Message from Principal
સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. નાલંદા વિદ્યાલય સામાજિક ઉત્થાનના ધ્યેયને ધ્યાનમાં રાખીને શિક્ષણનો ફેલાવો થાય, સમાજના તમામ સ્તરના બાળકોને શિક્ષણ મળે એ સાંપ્રત સમયની માંગને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ છે. “ NO DONETION AND NO DEPOSITE ” નાં સિદ્વાંત પર બાળકોને પ્રવેશ આપી શિક્ષણકાર્ય કરવામાં આવે છે. નાલંદા વિધાલય વિધાર્થીની પ્રતિભાને ઓળખીને વિધાર્થીના ધ્યેય સુધી પહોચવામાં મદદ કરે છે. કુમળા વેલાને જેમ ટેકો દઈને ઉપર ચઢાવવામાં આવે છે તેમ વિધાર્થીઓનાં ઉત્સાહમાં વધારો કરી તેના ધ્યેયને પ્રાપ્ત કરે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. બાળકોને ભણાવવાની પદ્ધતિ બાળકના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. પ્રેકિટકલ અને સર્જનાત્મક ભણતર વિધાર્થીને પોતાનું હુન્નર પારખીને મનગમતી કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય છે.
દરેક બાળકોમાં અનેરી ક્ષમતા હોય છે. આ ક્ષમતાને ધ્યાનમાં રાખી અભ્યાસ આધારિત મૂલ્યાંકન પ્રવિધિ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ આ સુત્રને ધ્યાનમાં લઇ પ્રિ-પ્રાયમરી વિભાગના વિધાર્થીઓને પ્રવુતિલક્ષી શિક્ષણ આપવામાં આવે છે જેથી તેમનો ઉત્સાહ જળવાય રહે.
શાળામાં શિક્ષણની સાથે થતી ઈતરપ્રવુતિઓ જેવી કે, ડાન્સ, કરાટે અને જિમનાસ્તિક વગેરે શારીરિક વિકાસની પ્રવુતિઓ તથા વિવિધ ઉજવણી જેમ કે, જન્માષ્ટમી, શિક્ષકદિન, નવરાત્રીમહોત્સવ, રમતોત્સવ, પ્રવાસ-પર્યટન, વાર્ષિકોત્સવ વગેરેની ઉજવણી ખુબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. વળી આજના સપર્ધાત્મક યુગમાં બાળકો પોતાની પ્રતિભાને આગળ લાવી શકે તે માટે વિવિધ સ્પર્ધા યોજવામાં આવે છે. જેથી તેમનામાં સપષ્ટ ધ્યેય, આત્મવિશ્વાસ દ્રષ્ટિકોણ જેવા ગુણોનો વિકાસ થાય. બાળકોમાં એ સંસ્કાર અને ગુણોનું સિંચન કરવા અમારી નાલંદા વિદ્યાલયનાં ઉત્શાહી શિક્ષકો કાર્યરત છે.
શ્રીમતી વૈભવી દેસાઈ
આચાર્યશ્રી,
(પ્રાથમિક વિભાગ.)